આ સઘળા ફૂલોને કહી દો યુનિફૉર્મમાં આવે,
પતંગિયાઓને પણ કહી દો સાથે દફતર લાવે .
મનફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું,
સ્વીમીંગપુલના સઘળા નિયમોનું પાલન કરવાનું .
દરેક કુંપળોને કૉમ્પ્યુટર ફરજિયાત શીખવાનું ,
લખી જણાવો વાલીઓને તુર્ત જ ફી ભરવાનું .
આ ઝરણાઓને સમજાવો સીધી લીટી દોરે ,
કોયલને પણ કહી દેવું ના ટહુકે ભરબપ્પોરે .
અમથું કૈં આ વાદળીઓને ઍડ્મિશન દેવાનું?
ડોનેશનમાં આખ્ખે – આખ્ખું ચોમાસું લેવાનું !
એક નહીં પણ મારી ચાલે છે અઠ્ઠાવન સ્કૂલો,
આઉટડેટ થયેલો વડલો મારી કાઢે ભૂલો
આ ઝરણાઓને સમજાવો સીધી લીટી દોરે ,
કોયલને પણ કહી દેવું ના ટહુકે ભરબપ્પોરે .
અમથું કૈં આ વાદળીઓને ઍડ્મિશન દેવાનું?
ડોનેશનમાં આખ્ખે – આખ્ખું ચોમાસું લેવાનું !
એક નહીં પણ મારી ચાલે છે અઠ્ઠાવન સ્કૂલો,
આઉટડેટ થયેલો વડલો મારી કાઢે ભૂલો
મા તે મા
- મા નો અર્થ દુનિયાની બધીજ ભાષાઓમાં મા જ થાય છે. – રવિન્દ્રનાથ ટાગોર
- જો તારા આકાશની કવિતા છે, તો માતા પૃથ્વીની કવિતા છે. – દારગ્રેવ
- તારું સ્વર્ગ તારી માતાના ચરણોની નીચે છે. – હઝરત મહંમદ પયગંબર
- માનવે ઈશ્વરને પૃથ્વી પર અવતરવા પ્રાર્થના કરી અને ઈશ્વરે માને મોકલી. – બલ્વર લિટન
- યૌવન ચાલી જાય છે, પ્રેમ ઓસરી જાય છે, મિત્રતા ખરી પડે છે, પણ માતાનો પ્રેમ સદા વધતો ને વધતો રહે છે. – શેકસપિયર
- માતા સમાન બીજી કોઈ છાયા નથી. માતા તુલ્ય કોઈ રક્ષક નથી તથા માતા સમાન બીજી કોઈ પ્રિય વસ્તુ નથી. – મહાભારત
- બાળકની ઉન્નતિ કે અવનતિનો આધાર તેની માતા પર જ હોય છે. – નેપોલિયન
- જિંદગી પણ કેવી કમાલ છે ! પહેલાં આંસુ આવતાં ત્યારે મા યાદ આવતી, ને આજે મા યાદ આવે છે ને આંસુ આવી જાય છે. – રમેશ જોષી
- માતા કદી મરતી નથી અને બાળક કદી મોટો થતો નથી. – બેફામ
- માનવજાતિના હોઠ પરનો સૌથી સુંદર શબ્દ છે મા અને સૌથી સુંદર સાદ હોય તો તે છે, મારી મા. –ખલિલ જિબ્રાન
- બીમાર પડતો કોઈ પણ માણસ સૌથી પહેલો શબ્દ અને વારંવાર જે શબ્દ બોલે છે તે મા છે. – સ્વામી રામતીર્થ
- હું આજે જે કંઈ કરી શકું છું અને ભવિષ્યમાં જે કંઈ પણ કરી શકું તેમ છું તે મારી દિવ્ય માતાની પ્રસાદી છે. – અબ્રાહમ લિંકન
- માનવતા અને સંસ્કૃતિનું મહાવિદ્યાલય માતાના ચરણોમાં છે. – ફેડરિલ હેસ્ટન
- માતા ધન, પ્રતિષ્ઠા, સંપત્તિ, સુખસગવડ આપી દેવા તૈયાર થશે પણ પુત્રને કદી નહિ આપે. – હેલન કેલર
- બચપણમાં જે દીકરાને મા-બાપે બોલતાં શીખવાડયું હતું એ દીકરા ઘડપણમાં મા-બાપને ચૂપ રહેતાં શીખવાડે છે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો