રવિવાર, 25 નવેમ્બર, 2012

કેમેરાની નજરે.

એસ.એસ.એ.એમ. ટીમ બી.આર.સી., સી.આર.સી. કડાણા 

વાત પ્રાર્થના સભાની

શાળાની પ્રાર્થના સંમેલનમાં કંઈક નવું
ઉમેરવા જેવું
હોય તો આપના મૂલ્યવાન સૂચનો આવકાર્ય છે.
અમારે ત્યાં નીચેની બાબતોનો સમાવેશ
પ્રાર્થનામાં
છે, કંઈક નવી આઈડીયા ???
- પ્રાર્થના
- ભજન
- ધૂન
- સમાચાર
- સુવિચાર
- જનરલ નોલેજના પ્રશ્નો
- ઉંખાણાં
- બાલગીત
- અભિનય ગીત
- આજનું ગુલાબ
- આજનો દિપક
- પ્રતિજ્ઞા
- વંદે માતરમ્


વિચારો


આ સઘળા ફૂલોને કહી દો યુનિફૉર્મમાં આવે,
પતંગિયાઓને પણ કહી દો સાથે દફતર લાવે .
મનફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું,
સ્વીમીંગપુલના સઘળા નિયમોનું પાલન કરવાનું .
દરેક કુંપળોને કૉમ્પ્યુટર ફરજિયાત શીખવાનું ,

લખી જણાવો વાલીઓને તુર્ત જ ફી ભરવાનું .
આ ઝરણાઓને સમજાવો સીધી લીટી દોરે , 

કોયલને પણ કહી દેવું ના ટહુકે ભરબપ્પોરે .
અમથું કૈં આ વાદળીઓને ઍડ્મિશન દેવાનું? 

ડોનેશનમાં આખ્ખે – આખ્ખું ચોમાસું લેવાનું !
એક નહીં પણ મારી ચાલે છે અઠ્ઠાવન સ્કૂલો, 

આઉટડેટ થયેલો વડલો મારી કાઢે ભૂલો 


મા તે મા

  • મા નો અર્થ દુનિયાની બધીજ ભાષાઓમાં મા જ થાય છે. – રવિન્દ્રનાથ ટાગોર
  • જો તારા આકાશની કવિતા છેતો માતા પૃથ્વીની કવિતા છે. – દારગ્રેવ
  • તારું સ્વર્ગ તારી માતાના ચરણોની નીચે છે. – હઝરત મહંમદ પયગંબર
  • માનવે ઈશ્વરને પૃથ્વી પર અવતરવા પ્રાર્થના કરી અને ઈશ્વરે માને મોકલી. – બલ્વર લિટન
  • યૌવન ચાલી જાય છેપ્રેમ ઓસરી જાય છેમિત્રતા ખરી પડે છેપણ માતાનો પ્રેમ સદા વધતો ને વધતો રહે છે. – શેકસપિયર
  • માતા સમાન બીજી કોઈ છાયા નથી. માતા તુલ્ય કોઈ રક્ષક નથી તથા માતા સમાન બીજી કોઈ પ્રિય વસ્તુ નથી. – મહાભારત
  • બાળકની ઉન્નતિ કે અવનતિનો આધાર તેની માતા પર જ હોય છે. – નેપોલિયન
  • જિંદગી પણ કેવી કમાલ છે ! પહેલાં આંસુ આવતાં ત્યારે મા યાદ આવતીને આજે મા યાદ આવે છે ને આંસુ આવી જાય છે. – રમેશ જોષી
  • માતા કદી મરતી નથી અને બાળક કદી મોટો થતો નથી. – બેફામ
  • માનવજાતિના હોઠ પરનો સૌથી સુંદર શબ્દ છે મા અને સૌથી સુંદર સાદ હોય તો તે છેમારી મા. ખલિલ જિબ્રાન
  • બીમાર પડતો કોઈ પણ માણસ સૌથી પહેલો શબ્દ અને વારંવાર જે શબ્દ બોલે છે તે મા છે. – સ્વામી રામતીર્થ
  • હું આજે જે કંઈ કરી શકું છું અને ભવિષ્યમાં જે કંઈ પણ કરી શકું તેમ છું તે મારી દિવ્ય માતાની પ્રસાદી છે. – અબ્રાહમ લિંકન
  • માનવતા અને સંસ્કૃતિનું મહાવિદ્યાલય માતાના ચરણોમાં છે. – ફેડરિલ હેસ્ટન
  • માતા ધનપ્રતિષ્ઠાસંપત્તિસુખસગવડ આપી દેવા તૈયાર થશે પણ પુત્રને કદી નહિ આપે. – હેલન કેલર
  • બચપણમાં જે દીકરાને મા-બાપે બોલતાં શીખવાડયું હતું એ દીકરા ઘડપણમાં મા-બાપને ચૂપ રહેતાં શીખવાડે છે

કેમેરાની નજરે.

એસ.એસ.એ.એમ. ટીમ બી.આર.સી., સી.આર.સી. કડાણા